About College

ADIWASI ARTS AND COMMERCE COLLEGE SANTRAMPUR

News And Events

     વાર્ષિકોત્સવ અને ડૉ.બાબાસાહેબ આંબેડકર જયંતિ સમારોહ નું આયોજન  14th April, 2024 ના રોજ રાખવામાં આવેલ છે.


બીએ, બી.કોમ સેમેસ્ટર ૬ ની પરીક્ષા તારીખ 28/03/2024 થી ચાલુ થશે 


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં  NSS યુનિટ અને વેગન આઉટ રીચ અને યુવા બાબતો તથા રમત મંત્રાલયના સહયોગથી" ફૂડ પ્લેનેટ હેલ્થ અવવેરનેસ સેશન" વિષય અંતર્ગત વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઉટ રીચ કો-ઓર્ડીનેટર  નીજા મેડમ અને વક્તા રૂચા મેડમ દ્વારા ફૂડ પ્લેનેટ હેલ્થ વિશે વિદ્યાર્થીઓને ઓનલાઈન વેબીનારમાં શાકાહારનું મહત્વ સમજાવ્યુ હતું.ફિટનેસ માટે આહારમાં પ્રોટીનની પૂર્તિ માટેના શાકાહારી સ્ત્રોત અંગે જાણકારી આપી હતી. આજે માંસાહાર માટે પ્રાણીઓ ઉપર જે અત્યાચારો ગુજારવામાં આવે છે ,  પ્રાણીઓને જે હોર્મોન્સના ઇન્જેક્શન આપવામાં આવે છે, વધારે દૂધ , વધારે ઈંડા તેમજ વધારે માસ મેળવવા માટે જે સપ્લીમેન્ટ પ્રાણીઓને અપાય છે  તેનાથી થતા નુકસાનની પણ જાણકારી આપી હતી.સારા સ્વાસ્થ્ય માટે આપણે વધુને વધુ શાકાહાર અપનાવીએ.આપણે પ્રાણીઓ અને પર્યાવરણની જાળવણી માટે આગળ આવવું જોઈએ એમ જણાવ્યું હતું .કોલેજના તમામ સ્ટાફ મિત્રો તેમજ લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓએ આ વેબીનાર નો લાભ લીધો હતો .સમગ્ર આયોજનમાં પ્રોફેસર દેવરાજ નંદા તેમજ વેબીનાર સંચાલનમાં દેવાંશી નંદા એ પોતાની સેવાઓ આપી હતી

Admission :- 2023-24


  • બી.એ , બી.કોમ , બી.બી.એ, વગેરે ના અભ્યાસક્રમોમાંપ્રથમ સેમેસ્ટર પ્રવેશ અંગે સુચના.

https://sggu.ac.in/Admin/image/circular/31052023055523_UGAdmissionCircular.pdf

  • આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ કવિતા દિવસની ઉજવણી કરવામાં આવી વક્તા:- ડો. શંકર પ્રજાપતિ સાહેબ

https://youtu.be/TvsmrqleJZ4

  • નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ ના સંદર્ભે કોલેજમાં ભણતા દરેક સેમેસ્ટરના વિદ્યાર્થીઓના એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ (ABC) ના account ફરજીયાત ખોલાવવાના છે અને તેના ABC એકાઉન્ટના  ID ની માહિતી યુનિવર્સીટીમાં મોકલવાની હોવાથી દરેક વિદ્યાર્થીઓએ પોતાના ABC ACCOUNT અને ABC ID બનવાની ફરજીયાત રહેશે.ત્યાર બાદ વિદ્યાર્થીએ ગ્રુપમાં આપેલ પરિપત્ર અને google ફોર્મ ની માહિતી ભરવાની રહેશે.

https://www.abc.gov.in/

યુથ ફેસ્ટિવલ 2023 માં આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ ના વિદ્યાર્થીઓએ mime માં પ્રથમ નંબર આવ્યો છે ફોક ઓરકેસ્ટ્રાની અંદર બીજો નંબર આવ્યો છે અને મીમીક્રી ની અંદર ત્રીજો નંબર આવ્યો છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને અને સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન.

आज दिनांक 15/9/2023 आदिवासी कला एवं वाणिज्य महाविद्यालय, संतरामपुर , हिंदी विभाग के द्वारा हिंदी दिवस मनाया गया। हिंदी विभाग में प्राचार्य श्री डॉ. अभय परमार साहब ने प्रासंगिक उद्बोधन दिया। नेक को-ऑर्डिनेटर प्रो.देवराज नंदा साहब ने हिंदी शब्द की उत्पत्ति और हिंदी की प्रासंगिकता के बारे में अपना व्याख्यान दिया ; और छात्रों को प्रभावित एवं लाभान्वित किया। बाद में निबंध प्रतियोगिता, अनुलेखन प्रतियोगिता, श्रुतलेखन लेखन प्रतियोगिता ,काव्य पठन प्रतियोगिता, हिंदी में हक्ष्ताक्षर अभियान का आयोजन किया गया था। काव्य पठन प्रतियोगिता में निर्णायक के रूप में डॉ.कामिनीबहन दशोरा तथा लाइब्रेरियन दिव्याबहन दरजी ने निर्णायक की भूमिका निभाई। डॉ. शंकर प्रजापति साहब ने काव्य पठन के नियम से छात्रों को वाकिफ किया। एवं डॉ.कामिनी बहन दशोरा ने कुमार विश्वास की कविता- ” कोई दीवाना कहता है कोई पागल समझता है”……. से छात्रों में उत्साह भर दिया और मोटिवेशन प्रेरणा देने का काम किया।75 से ज्यादा छात्र, छात्राओं ने उत्साह और उमंग के साथ हिस्सा लिया । हिंदी विभागाध्यक्ष डॉ. ईश्वर सिंह राठवा साहब के नेतृत्व में समग्र कार्यक्रम का आयोजन हुआ ।समग्र कार्यक्रम का संचालन डॉ.विनोद वणकर ने किया। हिंदी में हस्ताक्षर अभियान में डॉ. कामिनी बहन दशोरा , दिव्या बहन दरजी,डॉ. मालिनी गौतम मैडम , डॉ.पंकजभाई चौधरी एवं छात्र-छात्राओं ने अपनी भागीदारी निभाई।
धन्यवाद

આજરોજ તારીખ 14/09/2023 ના રોજ  આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી.

આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર દ્વારા વર્ષ 2023 /24 માંટે
મેરિટને આધારે સ્ટુડન્ટસ યુનિયનના પ્રતિનિધિઓની વરણી કરવામાં આવેલ છે
આજ રોજ શિક્ષણ મંત્રી  શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર, Alumni associations ની મીટીંગ માં હાજર રહ્યાં. આવનાર NAAC માટે Alumni association દ્વારા તમામ  પ્રકાર ની જરુરીઅતો પૂરી પડવાની  તૈયારી બતાવી અને કૉલેજ પરિવાર ને NAAC માટે સારો ગ્રેડ આવે તે માટે શુભકામનાઓ આપી હતી.

સંતરામપુર કોલેજમાં પ્રથમ વર્ષ પ્રવેશોત્સવ અને ઉમાશંકર જોશી જન્મ જયંતીની ઉજવણી

તા. ૨૧/૦૭/૨૩ ના રોજ આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ અને મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીની 113 મી જન્મ જયંતીની 500 વિદ્યાર્થીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરાઈ.

સંસ્કૃતિની પરંપરા પ્રમાણે સૌપ્રથમ પ્રાર્થના પછી અધ્યાપકોનો પરિચય કોલેજ વિષયક માહિતી તેમજ પ્રિન્સિપાલ ડૉ. અભય પરમાર સાહેબે વિદ્યાર્થીઓને આવકારી પ્રસંગોચિત વ્યક્તવ્ય આપ્યું. ડૉ. કામિની દશોરાએ નવી શિક્ષણનીતિ વિશે માહિતી આપી વિદ્યાર્થીઓમાં રાઘવ ડામોર અને મૌલિક પ્રજાપતિએ કાવ્ય રજૂ કર્યા હતા. ઉમાશંકર જોશીના જીવન અને કવન વિશે ગુજરાતીના અધ્યાપક ડૉ. શંકરભાઈ પ્રજાપતિએ રસાળ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. NSSનાં ઇનામ વિતરણ પુસ્તક પ્રદર્શન જેવી પ્રવૃત્તિ પછી પ્રાધ્યાપક નીતિન પંડ્યાએ પ્રસંગોચિત વ્યાખ્યાન સાથે આભાર વિધિ કરી અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓમાં કોલેજ પ્રવેશને લઈને ઉત્સાહ અને ઉત્સુકતા જોવા મળી હતી.

આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (sbi )શાખા : સંતરામપુર ડોળી ના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 5 /7 /2023 વિષય: “બેંક અને આર્થિક વ્યવહારો ” વિષય પર વિશેષ વ્યાખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું .

આચાર્ય શ્રી અભય પરમાર સાહેબ દ્વારા વિશેષ વક્તા તેમજ મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. બ્રાન્ચ મેનેજર શ્રી વિજય મકવાણા, ગોધરાથી પધારેલ ચરણસિંહ ,કરણ મહાજન અધિકારીઓ દ્વારા બેંક ઇન્સ્યોરન્સ, લોન, એજ્યુકેશન લોન, અકસ્માત વીમો, બેંકની વિવિધ સુવિધાઓ, નાગરિકોના વિભિન્ન પ્રશ્નો ,સાયબર ક્રાઇમ, આધુનિક સુવિધા, YONO ની ઉપયોગીતા, ગોલ્ડન ,સિલ્વર એકાઉન્ટ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ડૉ.વિનોદ વણકર દ્વારા કરવામાં આવ્યું હતું .આભાર વિધિ ડૉ. પંકજ ચૌધરી દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને ઉમંગની સાથે ભાગ લીધો હતો.

આદિવાસી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સંતરામપુર ના કોલેજ પરિવાર ના સભ્યો તથા વિદ્યાર્થીઓ ને પારસમણી હાર્ટ હોસ્પિટલ ના ડૉ. શ્રી કલ્પેશ નીનામા સાહેબ દ્વારા વર્તમાન સમય માં યોગની પ્રાસંગિક ઉપર તજજ્ઞ વ્યાખ્યાન આપવામાં આવ્યું . કોલેજ પરિવાર સાહેબ નો હૃદયપૂર્વક આભાર પ્રગટ કરે છે.

આદિવાસી આર્ટ્સ ઍન્ડ કોમર્સ કોલેજ, સંતરામપુર. NSS અને NCC યુનિટ દ્વારા 21 જૂન “ઇન્ટરનેશનલ યોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રી અભય પરમાર સાહેબ, કોલેજનો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, 100 જેટલા NSS અને NCC વોલન્ટિયર્સ તેમજ વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતાં.

Team Members

Our Expert Staff Members
Will Help You

TOP